આજ ભીંજાવું ….
Jun 25
ગીત Comments Off on આજ ભીંજાવું ….
નિશા કાપડીઆ
[wonderplugin_audio id=”49″]
Click the link below to download
આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષાએ કરી કમાલ
મારે આંગણ સાગર વરસે
લઈને નદીઓનું વ્હાલ
સોળ વર્ષની વર્ષા નાચે
પહેરી મસ્ત પવનના ઝાંઝર
ઉમંગોની લચકાતી કમર પર
પીડાની છલકે છે ગાગર
વાત ચડઢી વંટોળે ને હું થઈ ગઈ માલામાલ
જડયું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ
આભઅરીસે મીટ જો માંડી
કાયા થઈ કંકુવરણી
ફોરાં અડતાં મહેકયા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી
ભીતર કનડે ભીના રાગો ને સાતે સૂરો કરે ધમાલ
ગમ્યું અચાનક ખુદને મળવું, વર્ષાએ કરી કમાલ
— નીલેશ રાણા
સ્વર : નિશા કાપડીઆ