આજ આવ્યો વરસાદ
Jun 27
ગીત Comments Off on આજ આવ્યો વરસાદ
[wonderplugin_audio id=”178″]
Click the link below to download
Aaj Aavyo Varsad Mare Aangane.mp3
આજ આવ્યો વરસાદ મારે આંગણે
બોલાવ્યો નહોતો ના મોકલ્યું તેડ તોયે આવી ઊભો મારે બારણે
આંગણામાં આવીને ઊભો’તો તોય મેં તો જોયું ના જોયું એ કીધું
આવ્યો છો કેમ એવું કડવું મેં વેણ એને પૂછી લીધું ના સીધે સીધું
આંગણે આવેલાને આવકારો દેવાની જૂની પરંપરાને કારણે
આજ આવ્યો વરસાદ મારે આંગણે
આંગણામાં ઉભો’તો છોને રે ઉભો એના ઉભા રહ્યાનું જાશે એળે
વ્હાલપના બોલ બે બોલું નહીં તો પછી સમજી જશે રે આપમેળે
પણ આંગણથી ઉંબર એ આવ્યોને ત્યાં જ હુંય ખોવાણી કોના સંભારણે ?
આજ આવ્યો વરસાદ મારે આંગણે
વ્હાલમની ટેવ જેવું વરતે વરસાદ ત્યારે હૈયાંને કેમ કરી વારવું ?
ઈ વ્હાલીડાએ જો વરસીને ભીંજવે તો મનમાં તે ભીંજાવું સારું
ઉંબરથી ઓરડામાં આવ્યો જ્યાં અંદર ત્યાં પોંખ્યો મેં હેતના ઓવરણે
આજ આવ્યો વરસાદ મારે આંગણે
– તુષાર શુક્લ
સ્વર : ગાર્ગી વોરા અને પ્રીતિ ગજ્જર
સ્વરાંકન : નયનેશ જાની