વાત દરિયાની કરી છલકાય છે
Jun 09
ગઝલ Comments Off on વાત દરિયાની કરી છલકાય છે
વાત દરિયાની કરી છલકાય છે,
છીપલું મોતી ધરી મલકાય છે.
ભીતરે તોફાન ઉઠે તે છતાં,
મૌન ખામોશી બની અકળાય છે.
વાત દરિયો શું કરીને જાય છે,
ચાંદ તો ડૂબી જવા લલચાય છે.
ભીતરે શું? જાણવા રેતી બની,
ઝાંઝવાની હોડમાં ખડકાય છે.
આમ દરિયો કેમ ઘૂઘવતો હશે?
એ વળી શું જોઇને અકળાય છે?
– અમિત ત્રિવેદી
સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ