પૂરમાં વહેવું ભુલાઈ જાય છે
Sep 27
ગઝલ Comments Off on પૂરમાં વહેવું ભુલાઈ જાય છે
પૂરમાં વહેવું ભુલાઈ જાય છે.
માપમાં રહેવું ભુલાઈ જાય છે.
હું નીરખતો હોઉં છું જ્યારે તને
કાંઈ પણ કહેવું ભુલાઈ જાય છે.
અંગડાઇ મૂર્તિની પડખે ન લે
ધ્યાન ક્યાં દેવું ભુલાઈ જાય છે
ઊભરે છે જેમ તારું ભોળપણ
એમ પારેવું ભુલાઈ જાય છે.
પગ ઉપાડું સહેજ પોતાની તરફ
‘ ને જગત જેવું ભુલાઈ જાય છે.
-હરજીવન દાફડા
સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ