….સાત પગલાં આકાશમાં
Jul 02
ગીત Comments Off on ….સાત પગલાં આકાશમાં
[wonderplugin_audio id=”72″]
Click the link below to download
Hu To Nikaliti Sat Pagla Aakash
હું તો નીકળી ગઈ મારી તલાશમાં ,
સાત પગલાં આકાશમાં
સંજવારી જેમ હું તો પડી હતી ઉંબરે
ને પોતીકા ફળિયાને ઘેરી
વીજળીના ઝબકારે ઓળખે નહીં મને
મારા સરનામાની ડેલી
હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં
સાત પગલાં આકાશમાં
ઉંબરા ને ફળિયા તો ઓગળતા ચાલ્યાને
આકાશને નહીં કોઈ બારી
ને તેડું જો હોય તો ઉતરાવે કોઈ પણ
ઉતરાવે દીપકની બારી
મને અંધારું લાગે ઉજાસમાં
સાત પગલાં આકાશમાં ….
– અનિલ જોષી
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ