રે લોલ મારી આંખને …
Jul 05
ગઝલ Comments Off on રે લોલ મારી આંખને …
નરેશ સોલંકી
[wonderplugin_audio id=”77″]
Click the link below to download
રે લોલ મારી આંખને દીવા મળ્યા નહી
રે લોલ આંગળીના હેમાળા ગળ્યા નહી
રે લોલ ભુખ્યું આંભલુ રડતુતું રાતભર
રે લોલ સુના શ્વાસના દરણા દળ્યા નહી.
રે લોલ ભવની લાપસી ચુલે પડી રહી
રે લોલ કાળી રાતના બળતણ બળ્યા નહી
રે લોલ અંધકારની પીપળ ઉદાસ છે
રે લોલ મુળમાથી બરફ ઓગળ્યા નહી
રે લોલ લીલી આગની ઓઢી છે ઓઢણી
રે લોલ મારા વાદળા પાછા વળ્યા નહી.
– નરેશ સોલંકી
સ્વર : નિધિ ધોળકિયા
સ્વરાંકન : ડો ભરત પટેલ