ક્યારેક કોઈ લાગણીને
Jul 22
ગીત Comments Off on ક્યારેક કોઈ લાગણીને
ભરત વિંઝુડા
[wonderplugin_audio id=”94″]
Click the link below to download
ક્યારેક કોઈ લાગણીને પક્ષાઘાત થાય ,
તો એવું કૈક થાય કે અરધી જ વાત થાય
તારો ય હોય તો કઈ ઓર વાત થાય,
પોતાના હાથથી તો ફક્ત આપઘાત થાય !
સૂરજ ફર્યા કરે છે અહીં ગોળગોળ ને ,
ક્યારેક દિવસ થાય ને હરરોજ રાત થાય !
રહી જાય છે બધી ય ઈજાઓ ત્વચા ઉપર ,
ને એનું દુઃખવું જ ફક્ત આત્મસાત થાય !
શોધ્યાં કરી ખુશીની દવા છેક લગ “કવલ”
રડવાનું દર્દ થાય અને જન્મજાત થાય !
– ભરત વિંઝુડા
સ્વરાંકન : ડૉ ભરત પટેલ
સ્વર : પ્રિતી ગજ્જર