ડેલીએથી પાછા મવળજો
Aug 31
ગીત Comments Off on ડેલીએથી પાછા મવળજો
[wonderplugin_audio id=”139″]
Click the link below to download
Deli E Thi Paachhaa – Ravin.mp3
ડેલીએથી પાછા મવળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં
-રમેશ પારેખ અને અનિલ જોશીની સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭નારોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]
સ્વર: રવિન નાયક