હું તો અંધારે મોર બેઠી
Sep 06
ગીત Comments Off on હું તો અંધારે મોર બેઠી
વિભા દેસાઈ
[wonderplugin_audio id=”140″]
Click the link below to download
હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.
પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો.
બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો.
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો.
– અનિલ જોશી
સ્વર : વિભા દેસાઈ