ભટકતા જંગલે જંગલ
Oct 25
ગીત Comments Off on ભટકતા જંગલે જંગલ
રમણલાલ વ દ્દેસાઈ
કવિશ્રી રમણલાલ વ દેસાઈ વિષે વધુ વાંચવા click કરો : રમણલાલ વ દેસાઈ
[wonderplugin_audio id=”182″]
ભટકતા જંગલે જંગલ પુકારી ઈશ્કની બાંગો;
ઘૂમે સૂનકાર ત્યાં સઘળે ! હમારી ઝોળી ખાલી છે !
મઢી ને ઝૂંપડી ઢૂંઢી ,કમાડો કૈંક ખખડાવ્યાં ,
ન સૂતાં કોઈ યે જાગે, હમારી ઝોળી ખાલી છે !
ગયા મસ્જિદ ને મંદિરે, બધા ત્યાં પાક મરજાદી ;
ન અડકે આ અસ્પૃશ્યો ને, હમારી ઝોળી ખાલી છે !
સદાવત સ્નેહનાં ક્યાં છે ? પરબ ક્યાં પ્રેમની બેસે ?
બતાવો જાણતા હો તો ! હમારી ઝોળી ખાલી છે !
અમી આંજી નજર ક્યાં છે ? જીગરનાં આંસુડાં ક્યાં છે ?
થશે બસ એક બિંદુથી ! હમારી ઝોળી ખાલી છે !
– રમણલાલ વ દ્દેસાઈ
સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : આશિત દેસાઈ