નામ તમારું લખ્યું….
Jun 13
ગીત Comments Off on નામ તમારું લખ્યું….
[wonderplugin_audio id=”192″]
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ
સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થયો આ કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ
– મેઘબિંદુ
સ્વર : હંસા દવે