અડધાં કમાડ અમે વાખ્યાં ,
ઉંબર થી મોભ લાગી અડવડતાં અંધારાં ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં ;

તાંબા ની તાસકમાં ઠાર્યો કંસાર
રાત ઠારી કેમેય નથી ઠરતી ,
આઠે પહોર જેના ઉડતી વરાળ
એવી હું કહેતા ધગધગતી ધરતી ,
કારણ માં એવાય દિવસો પણ હોય
જેણે સોણલે સજાણ નથી રાખ્યા ;

હું રે ચબુતરા ની ઝીણેરી જાર
કોઈ પારેવું આવે નહિ ચણવા ,
મુઠીયે હોઉં અને માંણું યે હોઉં
કોણ બેઠું છે દાણાઉ ગણવા ;

સવળાં બોલાવીએ તો અવળાં સમજાય એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં ,
અડધાં કમાડ અમે વાખ્યાં ….

– સંજુ વાળા

સ્વર : ગંગોત્રી

સ્વરાંકન : ડો ભરત પટેલ