…. ને વેશ ઝાઝાં
Dec 18
ગઝલ Comments Off on …. ને વેશ ઝાઝાં
[wonderplugin_audio id=”218″]
હતી રાત થોડી ને વેશ ઝાઝાં
ત્યાં કરવી પડી એ સ્તિથિમાં ઉતાવળ
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં
હું લાવ્યોતો મારી ગતિમાં ઉતાવળ
જીવનભરનાં ગુન્હા …..કબૂલીને જેમાં
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો
ઘડી અંતની આવી ગઈને થઇ છે
લિખિતંગની છેલ્લી ….લીટીમાં ઉતાવળ
ના સીતાહરણ થાત, ના થાત મૃત્યું
લંકાપતિનું , શ્રીરાઘવને હાથે
કંચનનો મૃગ જોઈ મોહી જવામાં
જો થાતી ન સીતા …. સતીમાં ઉતાવળ
મજા મસ્ત મહેફિલની માણવાને
નિમંત્ર્યતા તા મિત્રો મેં વીણી વીણી
નિહાળીને વર્તન હું પસ્તાઈ બેઠો
થતું, મેં કરી ….દોસ્તીમાં ઉતાવળ
હજુ જીવવુંને જીરવવુંતું બાકી
હજુ કાવ્યનાં ખૂબ કરવાતા સર્જન
પરંતુ ‘રવિ ‘ ની જરૂરત પ્રભુને
જે કીધી મરણની …. તિથિ ઉતાવળ
-રવિ ઉપાધ્યાય
સ્વર : આશિત દેસાઈ