તન-તંબુર એકરાગ બજે બસ એક રંગ છલકાયો,
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો.

એક કામળી, એક બાંસુરી
હૃદયે એક જ નામ,
તન મેવાડે, મન જઈ મ્હાલે
મોરપિંચ્છને ધામ,
પ્રીત પારખી, પ્રીતમ સીધ્ધો રંગમોલમાં ધાયો,
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો.

મરુભોમની મુઠ્ઠી ધૂલિ
ભઈ અસુંવનની ભાખા,
વ્યાકૂળ વિરહા, સ્વયમ વલ્લરી
જેની ઊંચી શાખા,
ગાઈ ગાઈ-ને ગિરધરને તેં ચાહ્યો બહુ છેતરાયો,
લાલ, પીળા, પચરંગી માથે શ્યામલ રંગ છવાયો

–સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન: ડો ભરત પટેલ

Sharing is caring!