ફુલ કેરા સ્પર્શથી
Jul 06
ગઝલ Comments Off on ફુલ કેરા સ્પર્શથી
[wonderplugin_audio id=”291″]
ફુલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,
રુઝાયેલાઝખ્મો યાદ આવી જાય છે,
કેટલોr નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું હસું છું એકલો એ એકલા . શરમાય. છે.
કોઈ જીવનમાં મરેલા માનવીને પુછજો,
એક મૃત્યૃ કેટલા મૃત્યૃ નિભાવી જાય છે.
આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.
એક પ્રણાલીકા નિભાવું ન છું,લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે
– ‘સૈફ’ પાલનપુરી
સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન : પુરષોતમ ઉપાધ્યાય