[wonderplugin_audio id=”293″]

 

પહેલે વરસાદે રાજ, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં વાદળ ને વીજના રુઆબ

વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું
અષાઢી કહેણનું વણછૂટ્યું બાણ
ઊભા રહો તો રાજ માણી લઉં બે ઘડી
આકાશી રાજના વ્હાણ

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને આભથી વછૂટે કેવા
મેઘભીનાં વેણના રૂમઝુમતાં વહેણ

ઊભા રહો તો રાજ, પૂછી લઉં કાનમાં વરસાદી કેફની બે વાત

– નીતા રામૈયા

સ્વર : રેખા ત્રિવેદી