પાગલથી કરવો પ્યાર
Jul 26
ગઝલ Comments Off on પાગલથી કરવો પ્યાર
[wonderplugin_audio id=”304″]
પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી
જીવન થશે ખુવાર તમારું ગજું નથી
તજવા તમારા દ્વાર તમારું ગજું નથી
તલવારની છેે ધાર તમારું ગજું નથી
એ તો અમે તજીને ધરા આવીએ ગગન
થવું એ હદની બાર તમારું ગજું નથી
રેવાદો પક્ષ લેવો અમારો ભલા થઈ
દુશ્મન થશે હજાર તમારું ગજુ નથી
‘નાઝીર’ની જેમ હસ્તી મીટાવી નહી શકો
કરજો નહી કરાર તમારું ગજું નથી.
– નાઝિર દેખૈયા
સ્વર : ઓસમાણ મીર