ટોચ પર છો ના ચડાયું!
Aug 02
ગઝલ Comments Off on ટોચ પર છો ના ચડાયું!
આસ્વાદ
[wonderplugin_audio id=”313″]
[wonderplugin_audio id=”312″]
ટોચ પર છો ના ચડાયું!
સુખ તળેટીમાં સમાયું.
દોસ્ત, તારું વ્હાલ પણ કાં
આજ લાગે ઓરમાયું?
લાગણી સામું જુએ છે,
જાણે બાળક હો નમાયું!
સૂર્ય સામે શબ્દ મૂકો,
તેજ નીકળશે સવાયું!
આ કવિતા છે બીજું શું?
એકલો વિચારવાયુ.
જિંદગીની ભરબજારે
શ્વાસનું ખિસ્સું કપાયું!
– હિમલ પંડ્યા
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ
આસ્વાદ : ગુણવંત ઉપાધ્યાય