ખાલી કૂવે કોશ ચલાવી
Dec 09
ગીત Comments Off on ખાલી કૂવે કોશ ચલાવી
[wonderplugin_audio id=”366″]
ખાલી કૂવે. કોશ. ચલાવી હવે અમે તો થાક્યા રે,
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.
ખેતર મોટાં, ખેડ ઘણેરી,
બીજ ઊંચેરાં વાવ્યાં રે;
ગગન થકી નહીં અમરત ઉતર્યા
ઊગતામાં મૂરઝાયાં રેઃ
ખાલી હાથે અમે જ અમને અદકા ભારે લાગ્યા રે.
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.
મનના મારગ ખૂંદતાં ખૂંદતાં,
બોર રૂપાળાં મળિયાં રે;
જયારે ચાખ્યાં ત્યારે જાણ્યું,
નકરા એમાં ઠળિયારે :
ખાલીપામાં ખોવાયા જલ ઊંડે અમને વાગ્યાં રે
અરે! અમારે તળિયે કોરાં ઝરણ-ઝાંઝવાં જાગ્યાં રે.
– ચંદ્રકાન્ત શેઠ
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ