માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી
Mar 08
ગીત, સંગીત સુધા Comments Off on માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી
[wonderplugin_audio id=”408″]
માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢેને અમે આવશુ. હો રાજ તારે
ધૂળિયે આંગણ કોણ મ્હાલે… .માઘમાં
આવો તો ૨’ગ નવો કાલવિયે સગ સ’ગ
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં ધરે ન માય:
આ તો છે પ’ખીણી નીરાળી….માધમાં
આવે તો આભ મહી” ઊડીએ બે આપણે
ને ચ’દરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિ દગીની ઝાંઝેરી ઝખનાનો
મારે ન ગાવો! કોઈ રાગ રે….માઘમાં
આવો કે અમથી ઉકેલી જાય ન તમે
પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે….સાઘમાં
– હરીન્દ્ર દવે
સ્વર : સંજય ઓઝા અને આરતી મુન્શી