કહો નાચતી ઝૂમતી ક્યાં જતે
Jun 29
ગઝલ Comments Off on કહો નાચતી ઝૂમતી ક્યાં જતે
[wonderplugin_audio id=”449″]
કહો નાચતી ઝૂમતી ક્યાં જતે,
સમંદર ત હો તે નદી ક્યાં જતે?
ન હોતેમળી રાત રાહત ભરી,
કહો આથમીને રવિ ક્યાં જતે?
અમસ્તો ઓ સંતો વિચારો જરી ,
ન હોતે અમે દિલ્લગી ક્યાં જતે?
બધા જીવ હો તે યદિ પાક તો,
બદી તું થતે શું? બદી ક્યાં જતે?
ન હો તે સમંદર સરોવર નદી,
“જલન ડૂબવા તાવડી ક્યાં જતે?
- જલન માતરી
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ