आषाढस्य प्रथमदिवसे मेधमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेत्क्षणीयंददशॅ

અષાઢસ્ય પ્રથમ દિવસે, હું ઉભો રહી ઝરુખે
ન્યાળી રહું છું, ગગત ઘતથી ઘોર ઘેરાયેલાને
ક્યાં છે પેલો પુતતિત ગરવો રામઅદ્રી અને ક્યાં
શુંગે છાયો જલધર, સમરું છું કાલીદાસી કલાને

ક્યાં છે પેલો મદકલ ભર્યો સરસોના નિનાદ
ક્યાં છે કાળા તભ મહીં જતા રાજહંસો રૂપાળા
ક્યાં છે પેલી તગરી અલકા તે વળી આ ભૂમિ ક્યાં
એમાંનું તા કદી મળી શકે, તત્વ એકે આહિયાં

આહીં ઊંચા ગગન ચૂમતા કંઈ મકાનો અને છે
કાવ્યો કેરા સુખ થકી રહ્યા માનવીઓ આલિપ્ત
દોડી ટ્રેને તરી પવનમાં વાયુ યાતે ટપાલે
ટેલિફોને વિરહ સુખની ઉર્મીઓને હણે જે
આથી તો તા આંધિક સુખીઓ યક્ષ કે જે પ્રિયાને
સંદેશો કંઈ ફૂલ શું હળવો એ કરે છે હૈયા ને

  • સુરેશ દલાલ

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન : આલાપ દેસાઈ