અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?
Jul 07
ગઝલ Comments Off on અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?
[wonderplugin_audio id=”458″]
અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે?
દોસ્ત ઢળતી સાંજનો અવસાદ*પણ શું ચીજ છે?
એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે?
ખોતરે છે જન્મ ને જન્માન્તરોની વેદના
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે?
‘મૃત્યુ’ જેવા માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે?
એ બની રહી આજ પર્યન્ત મારી સર્જકતાનું બળ
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે?’
- મનોજ ખંડેરિયા
સ્વર :અમર ભટ્ટ
સ્વરાંકાન : અમર ભટ્ટ
*અવસાદ: ખેદ