કલ્પના એની કરો ને  તમને એ  ક્ષણમાં મળે,
એ સનમ હો કે ખુદા
, ખુદના જ આંગણમાંમળે!

હોય  જ્યારે  મૂંઝવણ   એને  મળું કે ના મળું,
જોઈ  લે  જો  એ  ય  બસ વિમાસણમાં મળે
!

એક  ભીની  રાખજો   ખુશ્બૂ તમે ભીતર સદા,
ફર્ક  શું  બાગમાં  હો
કે પછી રણમાં મળે!

રૂપ  એનું   હો  ભલે ને સાવ કામણગારું પણ,
કૈ  તમે   એવું કરો  કે  એ જ  કામણમાં મળે
!

ધ્યાન રાખી ને તમે જો શ્વાસ લેશો તો સુધીર’,
શક્ય  છે એ આ  હવાના કોઈ રજકણમાં મળે
!

– સુધીર પટેલ