ચાલ ને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ ? જેવું કંઈ આપણા વિશે

આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતા વાવણી મિષે,


ચાલ ને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે ,
આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન
નાગાડા નાતાં છોકરાને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન,

હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે ઉગમણી આથમણી દિશે,
ચાલ ને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે

આપણામાં કોઈ હળ જોડે ને કોઈ બે જણા જાય ભીંજાતાં વાવણી મિષે
ચાલ ને વાદળ થઈએ ને જોઈએ ક્યાંક થાય છે ઘોઘમધોધ જેવું કંઈ આપણા વિશે

સાવ ધોળા કે સાવ કાળા જેમ ચાહિયે એવા ફૂલ ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણા ચિત્તર પાડીએ એવું આયખું મળે દેહ ની તૂટે જેલ

આપણે તો બસ આપણામાંથી નીકળી જાવું ઝરમરીને
કોઇ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે
ચાલ ને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ઘોઘમધોધ જેવું કંઈ આપણા વિશે
,

  • ધ્રુવ ભટ્ટ

Sharing is caring!