આપણું    આરામદાયક   ઘર  હશે,
કે  દશા   વિશ્લેષણોથી   પર  હશે.

છેવટે   આંસુ    સુકાશે   ને   પછી,
આંખ  આડે  એકલો અવસર   હશે.

સામટી  મબલખની  બાંધી ગાંઠડી
ચાલશું  ત્યાં  બે તસુ   અંતર  હશે

આ  બધી વાતો  થશે  વાતાવરણ,
તે  પછી ત્યાં મૌન નું સરવર  હશે.

એ  રીતે  સંસાર,   સાજન  મ્હોરશે,
દાખલો  લેવા સમું  જીવતર   હશે.

– સુરેન ઠાકર ‘મેહુલ’