એના ભરોસે કાયમ, જીવ્યો છું
Nov 29
ગઝલ Comments Off on એના ભરોસે કાયમ, જીવ્યો છું
[wonderplugin_audio id=”558″]
એના ભરોસે કાયમ, જીવ્યો છું એવું કયા છે?
તો પણ કદી હું એને, ભૂલ્યો છું એવું કયા છે?
ના કોઈને ઝુકાવા, ક્યારે મથ્યો નથી ને,
હું કોઈના ઝૂકાવ્યે, ઝૂક્યો છું એવું કયા છે?
છે વાત એ જુદી કે, તાક્યા નથી નિશાનો,
બાકી નિશાન મારા, ચૂક્યો છું એવું કયા છે?
તારા વિરહની પળમાં, વિચલિત થયો છું થોડો ,
તો પણ હજી છું મક્કમ, ટૂટ્યો છું એવું કયા છે?
માની લીધું કે સાચ્ચે, સાગર છે તારી આંખો,
ઊભો છું હું કિનારે, ડૂબ્યો છું એવું કયા છે?
મુજને મનાવવાના, તું કર નહી પ્રયત્નો,
થોડોઘણો છું થાક્યો, રૂઠ્યો છું એવું કયા છે?
-શૌનક જોષી
સ્વર : સૌનક પંડયા