મારા હૈયાના ઝાડવાની હેઠ 
ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
ઠેકીમેં  ઠોકર ને  ત ઠેકી મેં ઢીંક ઠેકી તે દીધેલી ઊંડેરી બીક 
ઠેકી ઠેકીને હવે પહોંચી છું ઠેઠ 


ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
ઠેકીમેં  ઠોકર ને  ત ઠેકી મેં ઢીંક ઠેકી તે દીધેલી ઊંડેરી બીક 
ઠેકી ઠેકીને હવે પહોંચી છું ઠેઠ 
હેજી મારા હૈયાના ઝાડવાની હેઠ 

ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ 

ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
છોડી તે પાથરેલી આખી જંજાળ 
છોડયા મેં સરનામાં છોડ્યું મેં નામ 

છોડ્યું સીમાડાનું છેવટનું ગામ 
છોડી છોડીને હવે પહોંચી છું ઠેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ 


ઢોળ્યાં મેં ઢોળ્યાં તેં  દીધેલા ઘૂંટ 

હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ 
ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ વીરડાને ભાળે  હવે મીઠાના રણ 
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ હૈયાના ઝાડવાની હેઠ  

હેજી મારા હૈયાના ઝાડવાની હેઠ   

-સૌમ્ય જોશી

સ્વર : શ્રુતિ પાઠક