ફકીરી સ્વીકારી વિસારી અમીરી
Dec 15
ગઝલ Comments Off on ફકીરી સ્વીકારી વિસારી અમીરી
[wonderplugin_audio id=”573″]
ફકીરી સ્વીકારી વિસારી અમીરી,
અમારી ગરીબીને પ્યારી બનાવી !
દિલની દોલતને લૂંટાવી લૂંટાવી,
દુનિયા જીતીને અમારી બનાવી.
મહોબત કરીને હૂંફાળાં દિલોની,
ધૂળની ચીજોને સોનેરી બનાવી
ભૂલીને દુનિયા, દુનિયા વસાવી,
સ્વપ્નોની દુનિયા અનેરી બનાવી.
તું કાજળ છે કાળું ભલેને પરંતુ
આંખોને રૂપાળી મારી બનાવે!
ભૂપેનની પાસે કલા છે અનોખી,
નકામી ચીજોને પણ પ્યારી બનાવી!
-ભુપેન્દ્ર વકીલ
સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન અને સંગીત : સુનીલ રેવર
વાયોલીન : ઉ. હપુખાન
તબલા : દુર્ગા પ્રસાદ