જો  ગામના  દરેક  ઘરમાં  શૂન્યભાવ  છે;
છે અર્થઘટન  એ જ  કે  મારો અભાવ  છે!

એ  મુકત છે, વહી  શકે, એનો સ્વભાવ છે!
મારી અિવચલ ચેતના મારો વિભાવ છે!

છે  રકતમાં  પ્રચંડ ધ્વિન, તે સુણું  સતત;
કલશોર  ફકત કાનનો નમણો  બચાવ  છે!

એકાંત  હોય  કે  નગરની  ભીડ  હોય  છે,
હું વ્યકત છું, બધે સ્થળે બમણો પ્રભાવ  છે!

તું  ખેંચ  મા  પરિબિડયું  એક્કેય   રંગનું,
સઘળા  જ  રંગથી તને સરખો લગાવ છે!

– વીરુ પુરોહિત