સાંજ ડૂબી એકલી તારા વગર
Jan 12
ગઝલ Comments Off on સાંજ ડૂબી એકલી તારા વગર
[wonderplugin_audio id=”600″]
સાંજ ડૂબી એકલી તારા વગર,
એટલે છે આંખ મારી તરબતર,
શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
થાય અટકાવી દઉં એની સફર…
જો પ્રતિક્ષા બારણે ટોળે વળી,
આવશે તું એમ આવી છે ખબર,
ફૂલને ઝાકળ કહે છે વાત જે,
હું તેને કહેતો રહું બસ રાતભર…
જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
ચોતરફ બસ લાગણીની કરકસર,
લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે?
એકલો માણસ અને ભરચક નગર…
– ગોરાંગ ઠાકર
સ્વર : શૌનક પંડયા