રંગમંચના મેદાને સંગીતનું ક્રિકેટ હજી પણ રમીએ છીએ.
નવા સમયની નવી રમતમાં નવાં લઈને બેટ હજી પણ રમીએ છીએ.

ટેસ્ટ મેચમાં ધીમું રમતાં મોટા જુમલા ફટકાર્યા,
વન-ડેમાં પણ ખુલી ખુલીને ચોગ્ગા ને છક્કા માર્યા;
ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ય હવે ઊંચો રાખી રન રેટ હજી પણ રમીએ છીએ.

શ્વેત રંગની પરંપરાને પહેરી છે ચાલીસ વરસ,
નવા પ્રયોગોથી જનસાધારણનો સતત વધાર્યો રસ,
જુદાં રંગના પહેરી જર્સી, શૂઝ કેપ કે હેટ હજી પણ રમીએ છીએ.

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ, સૌમિલ મુનશી