સઘળું અંતર પળ મહીં કાપી શકું
Apr 23
ગઝલ Comments Off on સઘળું અંતર પળ મહીં કાપી શકું
[wonderplugin_audio id=”651″]
સઘળું અંતર પળ મહીં કાપી શકું
અર્ધા ડગલામાં બધું માપી શકું
એક એવી ચોપડી કરવી હજી
સંઘરેલું મૌન જ્યાં છાપી શકું
એક આ તાજા ગઝલની અંજલિ
કોઈને બીજું તો શું આપી શકું
એક ગઝલ ‘આદિલ’ જરા અંગત અને
કોઈ સન્મુખ હો તો આલાપી શકું ‘
-આદિલ મન્સૂરી
સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ