સીતા કહે રામ ને
May 11
ગીત Comments Off on સીતા કહે રામ ને
[wonderplugin_audio id=”688″]
સીતા કહે રામ ને
પૂછો ઘનશ્યામ ને
રાધા ને ગોપી સંગ રાસ કેમ રમાય ?
અમૃત થઇ મીરાં ના હોઠ કેમ ચુમાય !
લાજ લૂટે પાંચાલીની સભામાં દુશાસન તો
સખા થઇ ચીર એના કેમ રે પુરાય
સીતા કહે રામ ને પૂછો ઘનશ્યામ ને …
તનમનથી સંગ તમારી ફરી હું તો વન માં
કોઈની વાતે વ્હાલા શંકા ન કરાય
પ્રેમ ના ઝૂલે કેવા ઝૂલે કાન રુક્ષ્મણી
શીખો તમે સીતા નો હાથ કેમ ઝલાય
સીતા કહે રામને પૂછો ઘનશ્યામ ને …
બીજા ભવે અવતરજો શ્યામ રૂપે રામજી
વાંસાળીના સૂર રૂડાં શ્ચાસે રેલાય
અયોધ્યાની શેરીઓમાં સોળે શણગાર સજી
સંગ તમારી રસબર રાસે રમાય
સીતા કહે રામને પૂછો ઘનશ્યામ ને .…
-રમેશ ચૌહાણ
સ્વર : ઓસમાણ મીર