જળના ભરોસે હોડી બાઈ.mp3
May 23
ગીત Comments Off on જળના ભરોસે હોડી બાઈ.mp3
જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડ્હોળા ને ક્યાંક નીતર્યા
ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં
એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું!
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા
હોડીબાઈ જળમાં બંધાણા કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય!
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં
એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળના ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાને સાવ વિસર્યાં!
-રમેશ પારેખ
સ્વરઃ હરિશ્ચંદ્ર જોશી અને ગાર્ગી વોરા
સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી
સંગીત નિયોજનઃ સુરેશ જોશી