આજ રાબેતા મુજબનું શહેર છે
Jun 04
ગઝલ Comments Off on આજ રાબેતા મુજબનું શહેર છે
[wonderplugin_audio id=”795″]
આજ રાબેતા મુજબનું શહેર છે
તો પછી નક્કી જ કે તું ઘેર છે
હોય છો ને વાત એની એ જ પણ
રૂબરૂ ને ફોન માં કંઈ ફેર છે
એમને જોયા પછી લાગ્યું મને
અહીં જ મોસમની ખરેખર મહેર છે
કઈ રીતેમાં તો કહું જાહેરમાં
કાન માં કહેવા સમો આ શેર છે
-નટરાજ બ્રહ્મભટ્ટ
સ્વર :શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી