એટલું ટપકાવવાનું નોંધમાં
Aug 10
ગઝલ Comments Off on એટલું ટપકાવવાનું નોંધમાં
[wonderplugin_audio id=”896″]
એટલું ટપકાવવાનું નોંધમાં,
સુખ નથી મળતું, નકામું શોધ માં.
સાવ સાચો હું મને લાગ્યા કરું,
હોય છે જ્યારે બધા વિરોધમાં.
એક સમજણ આજ લગ સાથે હતી,
એ ય વહી ગઈ લાગણીના ધોધમાં.
પ્રેમ કે આદર ન સ્પર્શે જેમને,
છોડ, તું એને કશું સંબોધ મા.
આચરણથી એ ગળે ઊતરી જશે,
જે નથી શીખવી શકાયું બોધમાં.
ખૂબ ઝડપી દોડ થાતી જાય છે,
જ્યારથી દુનિયા ખડી અવરોધમાં.
: હિમલ પંડ્યા
સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ