પ્રગતિ વોરા

મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તા નવા ખોલે છે મિચ્છામી દુક્કડમ્

વાણીથી કરવતની ધારે કાપે પછી
હસતા હસતા બોલે છે મિચ્છામી દુક્કડમ્

ક્ષમાનો સૂરજ સંબંધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્

એક પલ્લામાં પથ્થર રાખીને માણસ
ફૂલોના ઢગ તોલે છે મિચ્છામી દુક્કડમ્

જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્

રાઇનો પર્વત થૈ ખીણોમાં પડઘાય છે
પર્વત શાને બોલે છે ? મિચ્છામી દુક્કડમ્

ઝીણા ઝરમર વરસે નેવાં આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે મિચ્છામી દુક્કડમ્

– અમિત ત્રિવેદી

સ્વરઃ પ્રગતિ વોરા
સ્વરાંકન :પ્રગતિ વોરા