ગીત કેરી સાદગીમાં
Sep 17
ગઝલ Comments Off on ગીત કેરી સાદગીમાં
ગીત કેરી સાદગીમાં આવજે,
પ્રીત કેરી બંદગીમાં આવજે.
આવડે નાં ગીત ગઝલો પ્રેમની,
તોય મારી જીંદગીમાં આવજે.
હૈયુ તરસે પ્રિયતમની આશ માં,
ફુલ બની તું તાજગીમાં આવજે .
છોડ દુનિયાની ખરી-ખોટી રસમ
એય દિલ ! દીવાનગીમાં આવજે
આંખ અંજાશે ઘણી, આ રૂપથી,
ખ્વાબમાં પણ ખાનગી માં આવજે.
-પ્રશાંત સોમાણી
સ્વરઃ શૌનક પંડ્યા
સ્વરાંકન :શૌનક પંડ્યા