મૈયા મારો મનવો હુઓ રે વૈરાગી
મારી લય તો ભજનમાં લાગી રે

સંસાર વેવાર મુને સરવે વિસરિયો રે
બેઠો સંસારિયો ત્યાગી રે

કામ ને કાજ મુને કડવાં રે લાગે
મારા મનડાની મમતા જાગી રે

મંત્ર સજીવન શ્રવણે સાંભળ્યો રે
માંહી મોરલી મધુરી ધુન લાગી રે

રાજ મોરાર ને રવિગુરૂ મળ્યા
ભગતી ચરણની માંગી રે

-મોરાર સાહેબ

સ્વર :પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

Sharing is caring!