હું તારું હૃદય છું તું મારું હૃદય છીએ એટલે સૌને ગમતો વિષય
પરમ ને જ્યાં સ્પર્શી ગઈ ઝંખના થયો ત્યાં સુવાસિત પ્રવાહિત સમય

અહંકાર જેવુ’ય સંભવ નથી તને મેં મને તે અપાવ્યો વિજય
જીવન ધોરી મારગ એ સમજી શક્યા ફકત છે જ અમૃત જીવનનું વિનય

બીજું હોય અસ્તિત્વ નામેય શું ધરાની છે વાચા અનુભવ પ્રણય
પછી આપણું ત્યાં જ હોવું ઘટે નથી કોઈ જ્યાં અસ્ત કેવળ ઉદય

-ગુણવંત ઉપાધ્યાય

સ્વરઃ નિગમ ઉપાધ્યાય અને ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ