આ ફૂલ ખીલ્યા કે ચહેરા
Oct 07
ગીત Comments Off on આ ફૂલ ખીલ્યા કે ચહેરા

આ ફૂલ ખીલ્યા કે ચહેરા,
ધરતીએ લીલી ચુનર પર,
ધરી લીધા છે સહેરા…
સુરજ મન માં મીઠું મલકે
ઝૂલે વાયુ પાન ની પલકે
મધુકર ના ગુંજારવ સામે
ખુશ્બુ ભરતી પહેરા…
મંદ પવન નું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું
ભ્રમરે ધારી શ્યામ ની મુરત
ફૂલ બની ગયાં દહેરા…
-ભાસ્કર ભટ્ટ
સ્વરઃ પ્રીતિ ગજ્જર
સ્વરાંકન : ડો. ભરત પટેલ
સંગીતઃ ડો ભરત પટેલ