[wonderplugin_audio id=”1051″]

જંપવા દેતું નથી પળભર મને,
આ કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

પ્રશ્ન તો મિસ્કીન આ કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વરઃ સંજય ઓઝા
સ્વરાંકન : સંજય ઓઝા