હોળી આવી ગોરી સંગ
Apr 24
ગીત Comments Off on હોળી આવી ગોરી સંગ
[wonderplugin_audio id=”1063″]
ધાગેના તિનાક ધિન
હા ભાઈ હા
વાગી રહ્યો ચંગ
હા ભાઈ હા
ઉડે રે ગુલાલ રંગ
હા ભાઈ હા
હોળી આવી ગોરી સંગ
હા ભાઈ હા
નાના નાના નાના
મને રંગ નહીં રસિયા
મૈયરની ચૂંદડી રંગાઇ જશે, મારી મહિયરની ચુંદડી રંગાઇ જશે
મારું ગોરું ગોરું મુખ તારો કેસુડાનો રંગ
મારી મોર ચીતરેલી ચોળી ભીંજાય જશે
હા ભાઈ હા
અલબેલા એ આંખે નાખ્યો ગુલાલ એવો આકરો
રાત ખૂટે પણ સંગ ના છૂટે આંખમાં ઊજાગરો
હોળી આવી હોળી આવી…..
હે અલબેલી એ કાળજ માર્યો કેસુડા નો કાંકરો
રાત ખૂટે પણ સંગ ના છૂટે આંખમાં ઊજાગરો
આયો આયો ફાગણ આયો આજ તો છે હોળી
રંગ ની ગાગર તારે અંગે પૂરેપૂરી દઉં ઢોળી
તું રંગીલે હું પણ રંગું
આજ એવી તને એવી રંગું એવી રંગું ગોરી રહી ન જાય તું કોરી
એ ગામની વચ્ચે ધમકે મારો ઘૂઘરિયાળો ઘાઘરો
રાત ખૂટે પણ સંગ ન છૂટે આંખમાં ઊજાગરો
હે ચારે કોરે ઊડી રહ્યો છે રંગ નો ધજાગરો
રાત ખૂટે પણ સંગ ના છૂટે આંખમાં ઊજાગરો
હોળી આવી..
લાલ રંગના લહેરણિયા ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
કોરો મોરો રંગ નિરાળો હું કાળો તું ધોળી
હાલને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
રાતો ચુડલો રાતી ઓઢણી રાતી આંખલડી
ભાભી તારે તાણે વાણે રુપ ની વાંસલડી
અંગે અંગે રંગી કોણે જોબનની રંગોળી
હાલ ને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
લાલ રંગના લહેરણિયાં ને માથે લીલી ચોળી
હાલને દેવરિયા સંગે રંગે રમીએ હોળી
બાંકી પાઘડી મુછો વાંકડી આંખ્યું મસ્તીખોર
આંખે આંખ પરોવી કહે તું કોના ચિતનો ચોર
તારે તનડે મનડે તેં તો કેસર દીધું ઘોળી
હાલને ભાભલડી સંગે રંગે રમીએ હોળી
લાલ રંગનો લહેરિણયો અને માથે લીલી ચોળી
હાલને દેવરીયા સંગે રંગે રમીએ હોળી
-અવિનાશ વ્યાસ
સ્વરઃ આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ
સંગીત :આશિત દેસાઈ