પૂર્વમાં સૂરજ ઢળ્યો ,  કોણ    માનશે ?
મૌનનો   પડઘો   પડ્યો  કોણ માનશે ?

એક   તરફડતા       હરણને    જોઇને –
શ્ચાસ મૃગજળનો ચઢયો કોણ માનશે ?

ફેરવીને   મોઢું    જે       ચાલ્યો   ગયો,
એજ મંઝિલ પર મળ્યો, કોણ માનશે ?

સાવ    ઉજજડ  એક  ઘરની ભીંતપર,
એક  પડછાયો  પડ્યો , કોણ   માનશે?

જિંદગીના    મર્મને     જાણ્યા    પછી,
મોત સાથે હું  લડયો,   કોણ   માનશે ?

સાંભળી    ‘નાદાન’     તારી      વારતા,
પ્રેમ-સાગર ખળભળ્યો , કોણ માનશે ?

-દિનેશ ડોંગરે’ નાદાન ‘

સ્વરઃ રાવિ કિરણ મોરે, શશાંક ફડનીશ
સ્વરાંકન : શશાંક ફડનીશ