શબ્દ ક્યાં મારો કે તમારો છે?
May 18
ગઝલ Comments Off on શબ્દ ક્યાં મારો કે તમારો છે?
[wonderplugin_audio id=”1121″]
શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.
બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે
ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે
જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે
– રાહી ઓધારિયા
સ્વર : ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા