ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ
રાધિકા રંગીલી જેનું નામ અભિરામ, વ્રજવાસણી રે લોલ
તાળી દેતાં વાગે ઝાંઝર ઝુમખાં રે લોલ.
સંગે સાહેલી બીજી છે ઘણી રે લોલ
કોઈ એક હું કહું તેના નામ અભિરામ, વ્રજવાસણી રે લોલ
તાળી દેતાં વાગે ઝાંઝર ઝુમખાં રે લોલ
ગિડગિડ તામ છુમ છુમ છુમ બાજે ઘુઘરા રે લોલ

ઋતું બસંત તરૂલસંત
મનહસંત કામિની અભીરામિની
અંગ અંગ ખેલત આજ ફાગરી
ઉડ ગુલાલ લાલ લાલ
બાદર ધર ચાદર કેસર
કુમકુમા લાલ લાલ ઉડન આજ લાગરી….

વિવિધનાં વાજિંત્ર વાજે છંદમાં રે લોલ
તાલ સ્વરે મળી કરે ગાન અભિરામ વ્રજવાસણી રે લોલ
લોલ કહેતાં અરુણ અધર ઓપતાં રે લોલ
લટકે નમી મેળવે સહુ તાન અભિરામ વ્રજવાસણી રે લોલ,