નદી ઝરણાં સરવર સૂના ,વાવેતરની ધારા સુકાણી
ઢોર પંખી માનવ પુકારે પાણી પાણી …..
દે દે …. એક બુંદ પાણી દે …..

દેનારો દાતાર તું માથે
કાં જીવતર દે
કાં જીવતર લે
દે દે …. એક બુંદ પાણી દે …..

કોનું નડતું પાપ , કોનો આડો આવે શ્રાપ
આ ધિકતી ધરાનું પ્યાસ બુઝવવા
હવે આંખ્યુંના આંસુ જ બાકી રહે
દે દે …. એક બુંદ પાણી દે …..

વાદળ આવે ને વાદળ જાય
તોયે વર્ષાની ગાગર ના ઢોળાય
જીવતર વાવેતર સૂકા સૂકા
કોઈ કહે ને કોઈ ના કહે
દે દે …. એક બુંદ પાણી દે …..

દેનારો દાતાર તું માથે
કાં જીવતર દે
કાં જીવતર લે
દે દે …. એક બુંદ પાણી દે …..

– અવિનાશ વ્યાસ

સ્વર : આશા ભોંસલે
સ્વરાંકન : અવિનાશ વ્યાસ
સંગીત : અવિનાશ વ્યાસ

સૌજન્યઃ ગિરીશ ચંદેગરા,  લંડન