હાં રે માં આરાસૂરથી આવ્યા
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

સૂર તેજ માને નેણલે ચમકે
ચંદાની શીલી છાયા છલકે
નવલખ તારાના મોતી માંની વાણીથી ઝરે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

દૂર દૂરથી માં ચોક માં ઊતર્યા
ઝુકી ઝુકી ને માં ગરબે ઘુમતા
રણઝણ ઝાંઝર વાગે ઢોલીના તાલે તાલે
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

તાળી દૈ માડી ફરે ગોળ ફૂદડી
વાયરે ઊડે એની લાલ ચટક ચૂંદડી
ઝગમગ જ્યોતીની સેર સોના દિવડી યે સેજ
આવ્યા મારે આંગણે માં ખમ્મા ખમ્મા

– મેઘલતા મહેતા

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : વિક્રમ પાટીલ
સંગીત : આશિત દેસાઈ