ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય
Jul 17
ગીત Comments Off on ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય
[wonderplugin_audio id=”1295″]
ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય !
કૉરમ એને ખોળવા ભમે આકળ વિકળ થાય !
ભમરો પૂછે, કળીઓ પૂછે, પાંદડાં રહે ચૂપ
ડાળીઓ એવી લ્હાવરી જાણે ખોઈ નાખ્યાં હોય રૂપ !
ફૂલ તો એવું બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય –
ફૉરમ એને ખોળવા ભમે, આકળ વિકળ થાય !
ઝીણી ઝીણી ઘુઘરી વાગે ફૂલ તો ચાલ્યું જાય…
– પવનમાં કાંય પગલી પડે ફૂલ તો ચાલ્યું જાય-
પડછાયામાં પાંખડી એની પાંખો જેવી થાય !
આંગણે નેહાબેન ઊભેલાં જોઈને રાજી થાય,
હરખમાં ને હરખમાં કાંય આંખો મીંચી જાય !
વાળ એવા તો લહેરાતા હોય, ફૂલને ગમી જાય,
સાવ ધીમેથી તરતું તરતું ફૂલ એમાં છુપાય!
ફૂલ નેહાને એકલી મૂકી ક્યાંય હવે ના જાય !
ફૉરમ એની લટમાં રમે હરખ ક્યાંય ના માય !
-માધવ રામાનુજ
સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ